Saturday, May 22, 2010

સૂપ

ટામેટાનો સૂપ
(1) 700 ગ્રામ ટામેટા
(2) 2 ટેબલ સ્પૂન બટર
(3) 2 નંગ ડુંગળી
(4) 2 કળી લસણ
(5) 1 બટાકું
(6) ½ ટી સ્પૂન, તજ , લવિંગ, ઈલાયચી, મરીનોભૂકો
(7) 3 ટીસ્પૂન ખાંડ
(8) 1 ટી સ્પૂન લાલ મરચું
(9) 2 ટેબલ સ્પૂન છીણેલું ચીઝ
(10) બ્રેડના તળેલા નાના ટૂકડા
(11) ½ કપ ક્રીમ
વાઈટ સોસ માટે
(1) ½ કપ દૂધ
(2) 1 ટી સ્પૂન કોર્નફ્લોર
(3) 1 ટી સ્પૂન બટર
(4) ½ ટી સ્પૂન મરીનો ભૂકો
(5) મીઠું પ્રમાણસર
બનાવવાની રીત
(1) ઠંડા દૂધમાં કોર્નફ્લોર, 1 ટી સ્પૂન બટર, મીઠું, મરીનો ભૂકો ઓગાળવા, ધીમા તાપે જાડું ન થાય ત્યાં સુધી સતત હલાવવું વાઇટ સોસ તૈયાર થશે.
(2) બટરમાં ડુંગળી, લસણ સાંતળીને તેમાં ટામેટાના ટુકડા કરી તેમજ બટાકા છોલીને ટુકડા કરીને નાખવા.
(3) તેમાં 2 કપ પાણી રેડી, કૂકરમાં મૂકી 2 વ્હિસલ વાગે એટલે ગેસ બંધ કરી ઠંડુ પડે એટલે ચન કરી ગાળીને તેમાં બધા મસાલા નાખવા.
(4) આ મિશ્રણને ઉકાળવું અને તૈયાર થયેલો વાઈટ સોસ તેમાં ઉમેરવો
(5) ગેસ બંધ કર્યા બાદ તેમાંચીઝ નાખવું. પીરસતી વખતે બ્રેડના ટુકડા અને ક્રીમ ઉમેરવું.
મિનિસ્ટ્રોન સૂપ
(1) 2 ટેબલ સ્પૂન માખણ
(2) 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી
(3) 2 નગ લસણની કળી
(4) 1 નંગ ગાજર
(5) 1 નંગ કેપ્સીકમ
(6) ½ કપ બાફેલા વટાણા
(7) 1 કપ સમારેલી કોબીજ
(8) 700 ગ્રામ ટામેટા
(9) 1 ટેબલ સ્પૂન કોર્નફોલર
(10) ½ કપ બેકબીન્સ
(11) ½ કપ બાફેલી મેક્રોની
(12) ½ ટી સ્પૂન તજ, લવિંગ, ઈલાયચી, મરીનો ભૂકો
(13) 3 ટી સ્પૂન ખાંડ
(14) 1 ટી સ્પૂન લાલ મરચું
(15) ½ કપ વાઈટ સોસ
(16) 1 ટી સ્પૂન આજીનોમોટો
(17) 4 કપ પાણી
(18) ½ કપ કમણોલું ચીઝ
(19) મીઠું પ્રમાણસર
રીત
(1) માખણને એક વાસણમાં સાધારણ ગરમ કરી ડુંગળી વઘારવી, ધીમા તાપે બે-ત્રણ મિનિટ રાખી, હલાવી તેમાં લસણ નાખવું.
(2) પછી બાકીનાં શાક નાંખવા, મીઠું, મરીનાખી, બરોબર મેળવી અડધું પાણી રેડી શાક ચઢવા દવાં, શાક વધારે પડતાં ચડી ન જાય તેનું ધ્યાન રાખવું
(3) ટામેટાના ટુકડા કરી, બાકીનું પાણી રેડી બરાબર બાફવા લિક્વિડાઈઝ કરી કિચનમાસ્ટરમાં ગાળી રસો તૈયાર કરવો મિક્સરમાં વાટી પણ શકાય
(4) બાફેલા શાકમાં ટામેટાનો રસો નાખવો કોર્નફ્લોર થોડા પાણીમાં ઓગાળી સૂપમાં નાખવો.
(5) બીન્સ, મેક્રોની તથા બાકીની ચીજો સૂપમાં નાખવી. ચીઝ ઓગળે ત્યાં સુધી સૂપ ગર કરવો.
(6) પીરસતી વખતે થોડુંક ચીઝ છીણીને ભભરાવવું

સ્પીનેચ સૂપ (પાલક સૂપ)
(1) 500 ગ્રામ પાલકની ભાજી
(2) 2 ડુંગળી
(3) 6 કળી લસણ
(4) ચલટી સોડા
(5) 1 ½ ટી સ્પૂન ખાંડ
(6) 150 ગ્રામ વટાણા
(7) 2 ટેબલ સ્પૂન કોર્નફ્રોલર
(8) મરી પ્રમાણસર
(9) જાયફળ પ્રમાણસર
(10) 4 ટેબલ સ્પૂન મલાઈ
(11) પાંઉના તળેલા નાના ટુકડા
(12) મીઠું પ્રમાણસર
રીત
(1) એક વાસણમાં 3 ગ્લાસ પાણી લઈ ગેસ ઉપર ગરમ મૂકવું. તેમા પાલક ઝીણી સમારીને ડુંગળી ટુંકડા કરીને, વસણ, ચપટી સોડા, ખાંડ, વટાણા અને મીઠું નાખીને 5 મિનિટ ખુંલ્લું ઉકાળવું.
(2) ઠુંડુ થાય પછી લિક્વિડાઈઝ કરીને સૂપ ગાળી લેવો 1 કપ પાણીમાં કોર્નફ્રલોર ઓગાળી સૂપમાં નાખવું
(3) સૂપ ગેસ ઉપર ઊકળવા મૂકવું. ખાંડ નાખવી.
(4) પીરસતી વખતે સૂપ ગરમ કરી, મરી તથા જાયફળ નાખી, કપમાં રેડી 1 ટી સ્પૂન મલાઈ તથા થોડા પાંઉના ટુંકડા નાખવા.
નોંધ :

(1) કોબીજ, કેપ્સીકમ, ગાજરને સોડા નાખી અધકચરા બાફીને ઉમેરી શકાય.
(2) બાફેલા વટાણા નાખી શકાય

જામફળ, ટામેટા, બટાકા સૂપ
(1) બટાકા
(2) જામફળ
(3) લાલ ટામેટા
(4) ટેબલ સ્પૂન તેલ કે ઘી
(5) ટી સ્પૂન જીરું અને મેથી
(6) કળી લસણ
(7) વાટેલાં લીલાં મરચાં
(8) નાનો ટુંકડો આદું
(9) મિલિ દહીં
(10) ટેબલ સ્પૂન ચણાનો લોટ
(11) ટેબલ સ્પૂન ખાંડ
(12) ટી સ્પૂન લાલ મરચું
(13) ટેબલ સ્પૂન કોથમીર
(14) મીઠું પ્રમાણસર
રીત
(1) બટાકા, જામફળ અને ટાંમેટાં સરખા ભાગે લેવા અને ત્રણેયને નાના સમારવા ( બટાકા છોલીને સમારવા)
(2) એક વાસણમાં તેલ કે ઘી મૂકી, તેમાં જીરું અને મેથી નાખી, વઘાર કરી, લસણ વાટેલું અને બટાકા ધોઈને નાખવા. પાણી વધારે પ્રમાણમાં નાખવું તેને ચડવા દેવું.
(3) પછી તેમાં જામફળ, લીલા મરચાં, આદુ, મીઠું, લાલ ટામેટા નાખવા.
(4) પછી દહીંમા ચણાનો લોટ નાખી તેને વલોણાથી હલાવીને તેમાં નાખવો, તેમાં ખાંડ, લાલ મરચું નાખી, થોડી વાર સુધી ખદખદવા દેવું, છેલ્લે કોથમીર ભભરાવવી, ગરમ ગરમ પીરસવું.

Friday, May 21, 2010

મિષ્ટાન્ન



કંસાર
સામગ્રી
1 કપ ઘઉંનો જાડો લોટ
11/4 કપ પાણી
2 ટેબલ સ્પૂન ગોળ
1 ટેબલ સ્પૂન તેલ + 1 ટી સ્પૂન તેલ
2 ટી સ્પૂન ઘી
ઘી અને બૂરું ખાંડ પ્રમાણસર

રીત
1 1 કપ ઘઉંનો લોટ હોય તો 11/4 કપ પાણી લેવું. પાણી ગરમ મીકવું. તેમાં ગોળ નાખવો.
2 લોટમાં 1 ટેબલ સ્પૂન તેલનું મોણ નાખવું.
3 પાણી ઊકળે એટલે થોડુંક પાણી કાઢી લઈ તપેલીના પાણીમાં 1 ટી સ્પૂન તેલ નાખી લોટ નાખી દેવો. વેલણથી સરખો કરી ઢાંકી દેવું.
4 ધીમા તાપે થવા દેવું. થોડી વારે વેલણથી હલાવતા જવું. પછી અંદર 2 ટી સ્પૂન ઘી નાખી સીઝવા દેવું.
5 પાણી ઓછું લાગે તો પાણી ઉમેરવું અને વધારે લાગે તો લોટ નાખવો.
6 કંસાર પર ઘી અને બૂરું ખાંડ નાખીને પીરસવું.

ફાડા લાપસી
સામગ્રી

250 ગ્રામ ઘઉંના ફાડા
200 ગ્રામ ઘી
300 થી 400 ગ્રામ ખાંડ
દ્રાક્ષ
ઇલાયચીનો ભૂકો
બદામ, ચારોળી, ખસખસ પ્રમાણસર
રીત
1 પ્રથમ ફાડાને ઘી મૂકી શેકવા. સહેજ ગુલાબી રંગના થાય એટલે તેમાં ગરમ પાણી રેડવું. 1 કપ ફાડા હોય તો 4 કપ પાણી રેડવું.
2 તેમાં દ્રાક્ષ નાખવી અને ધીમા તાપે ચડવા દેવા. દાણો ચડીને ફૂલી જાય પછી જ તેમાં ખાંડ નાખવી.
3 ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેવું. પછી ઇલાયચીનો ભૂકો નાખવો અને થાળીમાં પાથરીને ઠારી દેવું.
4 તેના પર બાફેલી બદામની કાતરી નાખવી. ચારોળી અને ખસખસ ભભરાવીને કાપા પાડવા.

પૂરણપોળી
સામગ્રી
1 કપ તુવેરની દાળ
1 કપ ખાંડ અથવા ગોળ
½ ટી સ્પૂન ઇલાયચીનો ભૂકો
½ ટી સ્પૂન ખસખસ
¼ ટી સ્પૂન જાયફળનો ભૂકો
ઘી પ્રમાણસર
2 કપ ઘઉંનો લોટ
રીત
1. તુવેરની દાળમાં થોડુક પાણી મૂકી કૂકરમાં બાફવા મૂકવી, ચઢી જાય એટલે પાણી નાતારી લેવું.
2. પછી તુવેરની દાળ ઘી લગાડેલ તાંસળામાં કાઢી, જોઈતા પ્રમાણમાં ગોળ અથવા ખાંડ નાખી, ગેસ ઉપર મૂકી હલાવવું.
3. જો પૂરણ બહુ ઢીલું લાગે તો ઘઉંના લોટમાં ઘીનું મોણ નાખી લોટ તેમા ભભરાવવો અને હલાવ્યા કરવું જેથી ઘટ્ટ થઈ જાય. જો પૂરણમાં વચ્ચે તાવેથો ટટ્ટાર ઊભો રહે તો જાણવું કે પૂરણ બરાબર થઈ ગયું છે. તાવેથો નીચે પડે તો થોડી વાર વધારે રહેવા દેવું.
4. તેમાં ઇલાયચીનો ભૂકો, જાયફળનો ભૂકો અને ખસખશ નાખવી.
5. થાળીમાં ઘી ચોપડી પૂરણ ઠંડુ થવા દેવું.
6. રોટલીના લોટ કરતાં સહેજ કઠણ લોટ બાંધવો. ઘઉંના લોટનું અટામણ લઈ નાની રોટલી વણી તેમાં પૂરણ મૂકી તેને વાળીને ફરીથી વણી ધીમા તાપે લોઢી ઉપર શેકવી.
7. શેકાઈ જાય એટલે ઘી ચોપડીને પીરસવી.

તુવેરની દાળ અને ચણાની દાળની પૂરણ પોળી

સામગ્રી
½ કપ તુવેરની દાળ
½ કપ ચણાની દાળ
1 કપ ખાંડ
½ ટી સ્પૂન ઇલાયચીનો ભૂકો
½ ટી સ્પૂન ખસખશ
½ ટી સ્પૂન જાયફળનો ભૂકો
ઘી પ્રમાણસર
2 કપ ઘઉંનો લોટ

રીત
1. તુવેરની દાળ અને ચણાની દાળમાં થોડુક પાણી મૂકી કૂકરમાં બાફવા મૂકવી, ચઢી જાય એટલે પાણી નાતારી લેવું.
2. પછી તુવેરની દાળ અને ચણાની દાળમાં ઘી લગાડેલ તાંસળામાં કાઢી, જોઈતા પ્રમાણમાં ગોળ અથવા ખાંડ નાખી, ગેસ ઉપર મૂકી હલાવવું.
3. જો પૂરણ બહુ ઢીલું લાગે તો ઘઉંના લોટમાં ઘીનું મોણ નાખી લોટ તેમા ભભરાવવો અને હલાવ્યા કરવું જેથી ઘટ્ટ થઈ જાય. જો પૂરણમાં વચ્ચે તાવેથો ટટ્ટાર ઊભો રહે તો જાણવું કે પૂરણ બરાબર થઈ ગયું છે. તાવેથો નીચે પડે તો થોડી વાર વધારે રહેવા દેવું.
4. તેમાં ઇલાયચીનો ભૂકો, જાયફળનો ભૂકો અને ખસખશ નાખવી.

બટાકાની પૂરણપોળી
સામગ્રી

300 ગ્રામ બટાકા
125 ગ્રામ ખાંડ
½ ટી સ્પૂન ઇલાયચીનો ભૂકો
¼ ટી સ્પૂન ખસખસ
¼ ટી સ્પૂન જાયફળનો ભૂકો
ઘી પ્રમાણસર
2 કપ ઘઉંનો લોટ
રીત
1. બટાકામાં થોડુક પાણી મૂકી કૂકરમાં બાફવા મૂકવા, ચઢી જાય એટલે પાણી નાતારી લેવું.
પછી બટાકામાં ઘી લગાડેલ તાંસળામાં કાઢી, જોઈતા પ્રમાણમાં ગોળ અથવા ખાંડ નાખી, ગેસ ઉપર મૂકી હલાવવું.
2. જો પૂરણ બહુ ઢીલું લાગે તો ઘઉંના લોટમાં ઘીનું મોણ નાખી લોટ તેમા ભભરાવવો અને હલાવ્યા કરવું જેથી ઘટ્ટ થઈ જાય. જો પૂરણમાં વચ્ચે તાવેથો ટટ્ટાર ઊભો રહે તો જાણવું કે પૂરણ બરાબર થઈ ગયું છે. તાવેથો નીચે પડે તો થોડી વાર વધારે રહેવા દેવું.
3. તેમાં ઇલાયચીનો ભૂકો, જાયફળનો ભૂકો અને ખસખશ નાખવી.

ખજૂરની પૂરણપોળી
સામગ્રી

300 ગ્રામ ખજૂર
100 ગ્રામ બૂરું ખાંડ
50 ગ્રામ કાજુના ટુકડા
50 ગ્રામ માવો
¼ જાયફળ
કોપરાની છીણ પ્રમાણસર
250 ગ્રામ મેંદો
ઘી પ્રમાણસર
પીસ્તાનો ભૂકો પ્રમાણસર

રીત
1. ખજૂરના ઠળિયા કાઢવા. ખજૂરને ક્રશ કરી તેમાં ખાંડ નાખી ગરમ કરવી.
2 ઘટ્ટ થાય એટલે નીચે ઉતારવું. ઠંડું થાય એટલે દાણાદાર માવો નાખવો. કાજુના ટુકડા ક્રશ કરી નાખવા. જાયફળ વાટીને નાખવું.
3 ઢીલું લાગે તો કોપરાની છીણ કે માવો વધારે નાખવો.
4 મેંદામાં સહેજ ઘીનું મોણ નાખી પૂરી જેવો લોટ બાંધવો.
5 મેંદાનું અટામણ લઈ જાડી રોટલી વણી, માવો ભરી, વાળીને ફરી વણવી. રોટલી જાડી અને નાની રાખવી. તેને ઘી મૂકીને સાંતળવી..
6 તેની ઉપર પીસ્તાનો ભૂકો નાખવો..

કાજુની પૂરણપોળી
સામગ્રી

300 ગ્રામ કાજુ
100 ગ્રામ બૂરું ખાંડ
50 ગ્રામ કાજુના ટુકડા
50 ગ્રામ માવો
¼ જાયફળ
કોપરાની છીણ પ્રમાણસર
250 ગ્રામ મેંદો
ઘી પ્રમાણસર
પીસ્તાનો ભૂકો પ્રમાણસર

રીત
1. કાજુના ઠળિયા કાઢવા. કાજુને ક્રશ કરી તેમાં ખાંડ નાખી ગરમ કરવી.
2 ઘટ્ટ થાય એટલે નીચે ઉતારવું. ઠંડું થાય એટલે દાણાદાર માવો નાખવો. કાજુના ટુકડા ક્રશ કરી નાખવા. જાયફળ વાટીને નાખવું.
3 ઢીલું લાગે તો કોપરાની છીણ કે માવો વધારે નાખવો.
4 મેંદામાં સહેજ ઘીનું મોણ નાખી પૂરી જેવો લોટ બાંધવો.
5 મેંદાનું અટામણ લઈ જાડી રોટલી વણી, માવો ભરી, વાળીને ફરી વણવી. રોટલી જાડી અને નાની રાખવી. તેને ઘી મૂકીને સાંતળવી..
6 તેની ઉપર પીસ્તાનો ભૂકો નાખવો..

ખજૂર-અંજીરની પૂરણપોળી
સામગ્રી

150 ગ્રામ ખજૂર અને 150 ગ્રામ અંજીર લઈ બાકીની સામગ્રીનું પ્રમાણ ખજૂરની પૂરણપોળી મુજબ લેવું.

રીત
1. ખજૂર અને અંજીરના ઠળિયા કાઢવા. ખજૂર અને અંજીરને ક્રશ કરી તેમાં ખાંડ નાખી ગરમ કરવી.
2. ઘટ્ટ થાય એટલે નીચે ઉતારવું. ઠંડું થાય એટલે દાણાદાર માવો નાખવો. કાજુના ટુકડા ક્રશ કરી નાખવા. જાયફળ વાટીને નાખવું.
3 ઢીલું લાગે તો કોપરાની છીણ કે માવો વધારે નાખવો.
4 મેંદામાં સહેજ ઘીનું મોણ નાખી પૂરી જેવો લોટ બાંધવો.
5 મેંદાનું અટામણ લઈ જાડી રોટલી વણી, માવો ભરી, વાળીને ફરી વણવી. રોટલી જાડી અને નાની રાખવી. તેને ઘી મૂકીને સાંતળવી..
6 તેની ઉપર પીસ્તાનો ભૂકો નાખવો..

અંજીરની પૂરણપોળી
સામગ્રી

300 ગ્રામ અંજીર
100 ગ્રામ બૂરું ખાંડ
50 ગ્રામ કાજુના ટુકડા
50 ગ્રામ માવો
¼ જાયફળ
કોપરાની છીણ પ્રમાણસર
250 ગ્રામ મેંદો
ઘી પ્રમાણસર
પીસ્તાનો ભૂકો પ્રમાણસર

રીત
1. અંજીરના ઠળિયા કાઢવા. અંજીરને ક્રશ કરી તેમાં ખાંડ નાખી ગરમ કરવી.
2 ઘટ્ટ થાય એટલે નીચે ઉતારવું. ઠંડું થાય એટલે દાણાદાર માવો નાખવો. કાજુના ટુકડા ક્રશ કરી નાખવા. જાયફળ વાટીને નાખવું.
3 ઢીલું લાગે તો કોપરાની છીણ કે માવો વધારે નાખવો.
4 મેંદામાં સહેજ ઘીનું મોણ નાખી પૂરી જેવો લોટ બાંધવો.
5 મેંદાનું અટામણ લઈ જાડી રોટલી વણી, માવો ભરી, વાળીને ફરી વણવી. રોટલી જાડી અને નાની રાખવી. તેને ઘી મૂકીને સાંતળવી..
6 તેની ઉપર પીસ્તાનો ભૂકો નાખવો..

લાડવો
સામગ્રી

500 ગ્રામ ઘઉંનો જાડો લોટ
50 ગ્રામ ચણઆનો જાડો લોટ
500 ગ્રામ ઘી
300 ગ્રામ કકરી બૂરું ખાંડ
2 ટી સ્પૂન ઇલાયચીનો ભૂકો
ખસખસ
2 ટેબલ સ્પૂન દૂધ

રીત
1. ઘઉંના લોટમાં મૂઠી પડતા તેલ કે ઘી (લગભઘ 100 ગ્રામ) નું મોણ નાખી હુંફાળા પાણીથી લોટ બાંધવો. આંગળીથી ખાડા પાડીને મુઠીયા વાળવાં.
2. તેમને ઘીમાં ઘીમા તાપે તળવાં. બદામી રંગના થાય એટલે કાઢીને ખાંડવા. મિક્સરમાં પણ ક્રશ કરી શકાય.
3. પછી ચૂરમું ઘઉં ચાળવાની ચાળણીથી ચાળી લેવું.
4. ચણાના જાડા લોટમાં દૂધ તથા 1 ટેબલ સ્પૂન ઘી ગરમ કરી ધાબુ દેવું. થોડક વખત રાખી ઘઉં ચાળવાની ચાળણીથી ચાળી લેવું. પછી વધારે ઘી મૂકી સાંતળવું. મગસ કરતાં સહેજ ઓછું શેકવું.
5. પછી તેને ઠંડુ થવા દેવું અને ચૂરમામાં નાખવું., ખાંડ પણ ચાળીને નાખવી. ઘી ગરમ કરી ચૂરમામાં નાખવું. ઇલાયચીનો ભૂકો નાખવો બધુ બરાબર ભેળવીને લાડવા વાળવા.
6. તેમની ફરતે ખસખસ લગાડી જરા ઊંચેથી થાલીમાં નાખવા જેથી નીચેના ભાગમાં દબાઈને પડધી પડશે.
7. ચૂરમામાં સાકર પણ અધકચરી વાચીને નાખી શકાય.
8. રવો નાખવો હોય તો ઘઉઁના લોટમાં 100 ગ્રામ નાખી શકાય. આમાં ખાંડ 500 ગ્રામ લેવી.
ઘઉંની સેવ
સામગ્રી

ખાજલી ઘઉંની સેવ (300 ગ્રામ)
તેલ
ઘી
બીરું ખાંડ પ્રમાણસર

રીત
1. એક તપેલીમાં પાણી ઉકળવા મૂકવું. પાણી ઊકળે એટલે 1 ટી સ્પૂન તેલ નાખવું, જેથી સેવ ભાગી ન થઈ જાય.
2. પછી ઉકળતા પાણીંમાં સેવ મોટા કકડા કરીને નાખવી. સેવ ચડી જાય એટલે બીજા વાસણ પર ચાળણી મૂકીને સેવને ઓસાવવી, જેથી બધું પાણી નીતરી જાય.
3. પીરસતી વખતે સેવ પર ઘી અને બૂરું ખાંડ નાખવાં.

સેવનું બિરંજ
સામગ્રી

ખાજલી ઘઉંની સેવ (300 ગ્રામ)
4 થી 5 ટેબલ સ્પૂન ઘી
½ કપ દૂધ
1 થી 2 કપ ખાંડ
ઇલાયચીનો ભૂકો
બદામની કાતરી

રીત
1. સેવને ઘી મૂકીને સાંતળવી. એમાં પ્રમાણસર ઉકળતું પાણી નાખી સેવને ચઢવવી.
2. સેવ ચઢી જાય એટલે એમાં 2 કપ દૂધ નાખવું. પછી ખાંડ નાખવીં.
3. ખાંડનું પાણી બળી જાય અને તેમાંથી ઘી છૂટું પડે એટલે બિરંજ થાળીમાં પાથરી તેના પર ઇલાયચીનો ભૂકો અને બદામની કાતરી ભભરાવવી.

શીરો
સામગ્રી

1 કપ ઘઉંનો સહેજ જાડો લોટ
1 કપથી સહેજ ઓછું ઘી
3 કપ પાણી
દ્રાક્ષ
1 કપ ખાંડ
ઇલાયચીનો ભૂકો
બદામ

રીત
1. ઘી ગરમ મૂકી તેમાં ઘઉંનો લોટ નાખવો. બીજી બાજુ પાણી ગરમ મૂકવું.
2. લોટ બદામી રેગનો થાય એટલે તેમાં ગરમ પાણી રેડવું. હલાવતા રહેવું. પાણી બળી જાય એટલે તેમાં ખાંડ નાખવી.
3. ઘી છૂટું પડે એટલે ઇલાયચીનો ભૂકો નાખી ઉતારી લેવું. દ્રાક્ષ ગરમ પાણીમાં નાખવી જેથી ફૂલે.
4. બદામને બાફીને, કાતરી કરીને નાખવી.

સત્યનારાયણના મહા પ્રસાદનો શીરો
સામગ્રી

600 ગ્રામ રવો
600 ગ્રામ ઘી
3 લિટર દૂધ
650 ગ્રામ ખાંડ
થોડીક ઇલાયચી
ચારોળી
બદામની કાતરી

રીત
1. એક વાસણમાં ઘી મૂકી ગરમ થાય પછી રવો નાખી ધીમા તાપે શેકવો.
2. રવો ઓછો બદામી રગનો થાય એટલે તેની ઉપર ગરમ દૂધ રેડવું. તાપ ખૂબ ઓછો રાખવો.
3. દૂધ બળી જાય પછી ખાંડ નાખવી. ઘી છૂટું પડે ત્યારે ઇલાયચીનો ભૂકો નાખી ઉતારી લેવું.
4. શીરા ઉપર ચારોળી અને બદામની કાતરી ભભરાવવી.

મગની દાળનો શીરો
સામગ્રી

1 કપ મગની ફોતરાવાળી દાળ
1 કપ ઘી
1 કપ દૂધ
1 કપ પાણી
પીળો રંગ (જોઈતા પ્રમાણમાં)
¾ કપ ખાંડ
બદામ અને પીસ્તા
કેસર
½ ટી સ્પૂન ઇલાયચીનો ભૂકો

રીત
1. મગની દાળને 6 થી 8 કલાક પાણીમાં પલાળવી. પછી ફોતરા કાઢી, બરાબર સાફ કરી મિક્સરમાં પીસી નાખવી.
2. ત્યારબાદ એક વાસણમાં ઘી મૂકી, ધીમા તાપે આછી બદામી રેગની થાય ત્યાં સુધી શેકવી.
3. દૂધ અને પાણી ભેગા કરી ઉકાળી લેવાં. રંગ પણ દૂધમાં જ નાખી દેવો.
4. દાળ શેકાઈ જાય ત્યારે તેમાં દૂધ અને પાણીનું મિશ્રણ નાખી ખૂબ હલાવવું. હલાવતી વખતે તેમાં ખાંડ નાખી દેવી.
5. ઘી છૂટે એટલે બદામ અને પીસ્તાની કાતરી, કેસર, ઇલાયચીનો ભૂકો નાખવો.

Thursday, May 20, 2010

શ્રી ગણેશાય નમઃ

ગુજરાતી ફરસાણ અને ગરમ નાસ્તો

ભજિયાં


















સામગ્રી
1 કપ ચણાનો ઝીણો લોટ
1 ટી સ્પૂન મરચું
¼ ટી સ્પૂન હળદર
1 ટી સ્પૂન ખાંડ
1 ટી સ્પૂન ધાણાજીરું
¼ ટી સ્પૂન ગરમ મસાલો
1 ટી સ્પૂન કણકીનો લોટ
સહેજ સાજીનાં ફૂલ
બટાકા, ડુંગળી, મરચાં
કેળાં, કેરી, કોળું
રીંગણ, રતાળુ
અજમાના પાન, પોઇના પાન
તેલ પ્રમાણસર
મીઠું પ્રમાણસર
રીત
(1) ચણાનો લોટ લઇ તેમાં બધો માસાલો નાખી ખીરું પલાળવું.
(2) કેળા કે મરચાંનાં ભજિયાં કરવા હોય તો ખીરું જાડું રાખવું, પહેલાં ભજિયાં ઊતારી પછી ખીરું ઢીલું કરવું.
(3) બટાકા, ડુંગળીનાં પાતળાં પીતાં કરવાં. કેળાંનાં જાડાં પીતાં કરવા.
(4) મરચાંમાં કાપો કરી, બિયાં કાઢી, મીઠું, ધાણાજીરું, ખાંડ ભરવાં, હાફુક કેરીનાં ચોરસ પીતાં કરવા.
(5) હવે એક વાસણમાં તેલ ગરમ મૂકવું. ખીરામાં જેનાં ભજિયાં કરવા હોય તેનાં પીતાં નાખવાં અને ખીરામાં બોળી તેલમાં નાખવાં અને તળવાં.
(6) આમ, વારાફરતી બધાં ભજિયાં ઊતારવાં.
બટાકાવડાં (8વ્યક્તિ)
સામગ્રી
(1) 500 ગ્રામ ખાડાવાળા બટાકા
(2) તેલ પ્રમાણસર
(3) ½ ટી સ્પૂન જીરું
(4) 1 ટી સ્પૂન તેલ
(5) 2 ટી સ્પૂન વાટેલાં આદુ-મરચાં
(6) 3 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
(7) ½ ટી સ્પૂન લીંબુના ફૂલ
(8) 2 ટી સ્પૂન ખાંડ
(9) 2 ટી સ્પૂન આરા લોટ
(10) 1 ટી સ્પૂન ગરમ મસાલો
(11) કાજુ
(12) દ્રાક્ષ
(13) 150 ગ્રામ ચણાનો ઝીણો લોટ
(14) ½ ટી સ્પૂન લાલ મરચું
(15) ¼ ટી સ્પૂન હળદર
(16) 4 ટી સ્પૂન કણકીનો લોટ
(17) મીઠું પ્રમાણસર
રીત
(1) બટાકાને બાફીને પાણીમાં નાખ્યા વગર ઠંડા કરવા. છાલ કાઢીને છીણી નાખવા.
(2) 2 ટી સ્પૂન તેલમાં જીરું અને તલ નાખી વઘાર કરવો. તેમાં આદુ, મરચાં, કોથમીર, લીંબુનાં ફૂલ, ખાંડ, અારાનો લોટ નાખવો.
(3) ઠંડુ પડે એટલે બટાકાના માવામાં મિક્સ કરવું. તેમાં મીઠું, કાજુ, દ્રાક્ષ, ગરમ મસાલો નાખવાં. ગોળા વાળવા.
(4) ચણાના લોટમાં મીઠું, મરચું, સહેજ હળદર, કણકીનો લોટ નાખી ખીરું પલાળવું. તેમાં ગોળા બોળીને ગરમ તેલમાં તળવા.

કાજુવડાં (8વ્યક્તિ)
સામગ્રી
(1) 500 ગ્રામ બટાકા
(2) 2 ટી સ્પૂન વાટેલાં આદુ-મરચાં
(3) 2 ટી સ્પૂન ખાંડ
(4) 3 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
(5) ½ ટી સ્પૂન લીંબુનાં ફૂલ
(6) 1 ટી સ્પૂન ગરમ મસાલો
(7) 1 ટી સ્પૂન તલ
(8) કાજુ અને દ્રાક્ષ પ્રમાણસર
(9) બ્રેડનો ભૂકો
(10) તેલ પ્રમાણસર
(11) મીઠું પ્રમાણસર
રીત
(1) બટાકાને બાફી ઠંડા પાડી છાલ કાઢીને છીણી નાખવા. તેમાં કાજુ, દ્રાક્ષ સિવાયનો બધો મસાલો નાખી મિશ્રણ કરવું.
(2) પછી લુઓ લઈ વચ્ચે ખાડો કરી તેમાં કાજુ દ્રાક્ષના ટુકડા કરીને નાખવા, રોલ વાળવા અને બ્રેડના ભૂકામાં રગદોળી ગરમ તેલમાં તળી નાખવા.

દાળવડાં (8 વ્યક્તિ)














સામગ્રી
(1) 500 ગ્રામ મગની ફોતરાવાળી દાળ
(2) નાનો ટુકડો આદુ
(3) 12 થી 15 લીલાં મરચાં
(4) 10 કળી લસણ
(5) ચપટી હિંગ
(6) ડુંગળી
(7) મરચાં
(8) તેલ પ્રમાણસર
(9) મીઠું પ્રમાણસર
રીત
(1) દાળને 6 થી 8 કલાક પલાળવી. પછી મિક્સરમાં અધકચરી વાટવી. તેમાં મીઠું નાખવું.
(2) આદુ, મરચાં, હિંગ, લસણ વાટીને નાખવાં. ફીણીને ગરમ તેલમાં વડાં ઊતારવા.
(3) ડુંગળી લાંબી કાપી, મીઠું નાખી, દાળવડાં સાથે પીરસવી. મરચાં તળીને મૂકવાં.
વેરિએશન
(1) મગની દાળમાં થોડીક અડદની દાળ પણ નાખી શકાય.
(2) સાદી મગની દાળનાં તેમજ ચોળાની અને અડદની દાળનાં પણ વડાં થાય.
(3) દાળમાં થોડા ચોખા નાખવાથી દાળવડાં સારા થાય છે.

દહીંવડાં (8 વ્યક્તિ)
સામગ્રી
(1) 1 કપ ચોળાની દાળ
(2) 1 કપ અડદની દાળ
(3) ¼ કપ મગની દાળ
(4) તેલ પ્રમાણસર
(5) 1 લિટર દહીં
(6) ગળી ચટણી
(7) મરચું
(8) મીઠું પ્રમાણસર
રીત
(1) ત્રણેય દાળ 6 કલાક પલાળી અધકચરી વાટી તેમાં મીઠું નાખી ગરમ તેલમાં વડાં ઊતારી, હૂંફાળા પાણીમાં નાખવાં.
(2) પીરસતી વખતે પાણીમાંથી દબાવીને કાઢવાં. તેના પર દહીં, ગળી ચટણી, મીઠું, મરચું નાખવાં.
વેરિએશન
(1) 2 કપ ચોળાની દાળ, 1 કપ અડદની દાળનાં પણ દહીંવડાં થાય.
(2) સ્ટોપ દહીંવડાં : કચોરીના મસાલાનાં વડાં કરી દહીંવડાનાં ખીરામાં બોળી તળવા. બીજું બધું દહીંવડાની જેમ કરવું.
નોંધ : વડાં વહેલાં બનાવીને, પાણીમાંથી દબાવીને બહાર કાઢીને, ફ્રિજમાં મૂકી શકાય.

મોટાં દહીંવડાં (5 વ્યક્તિ માટે)
સામગ્રી
(1) 2/૨ કપ છોતરાંવાળી મગની દાળ
(2) 2 ટી સ્પૂન વાટેલાં આદુ-મરચાં
(3) ¼ ટી સ્પૂન હિંગ
(4) તેલ પ્રમાણસર
(5) 1 લિટર દહીં
(6) મરચું
(7) સંચળ
(8) ખજૂરની ચટણી
(9) મીઠું પ્રમાણસર
રીત
(1) દાળને 4 થી 6 કલાક પલાળી થોડાં છોતરાં કાઢીને અધકચરી વાટવી. તેમાં આદુ, મરચાં, હિંગ, મીઠું નાખવાં.
(2) ચમચો પાણીમાં બોળી ખીરું લઈ ગરમ તેલમાં મૂકવું. મોટા વડાં ઊતરશે.
(3) વડાં ઉતારીને હૂંફાળા પાણીમાં નાખવાં.
(4) પોચાં થાય એટલે દબાવીને પાણી કાઢી નાખવું. મોળું દહીં વલોવી વડાં ઉપર નાખવું. મીઠું, મરચું, સંચળ, ખજૂરની ચટણી નાખવાં.

શાકનાં દહીંવડાં (40 નંગ)
સામગ્રી

(1) 100 ગ્રામ ફણસી
(2) 100 ગ્રામ ચોળી
(3) 200 ગ્રામ ગાજર
(4) 300 ગ્રામ બટાકા
(5) 1 ટી સ્પૂન વાટેલાં આદું- મરચાં
(6) 3 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
(7) 1 ટી સ્પૂન તજ-લવિંગ
(8) 3 ટી સ્પૂન ખાંડ
(9) કાજુ અને દ્રાક્ષ
(10) 1 ટી સ્પૂન તલ
(11) 1 ટી સ્પૂન ગરમ મસાલો
(12) 200 ગ્રામ ચણાનો લોટ
(13) ¼ ટી સ્પૂન હળદર
(14) તેલ પ્રમાણસર
(15) 1 લિટર દહીં
(16) ગળી ચટણી
(17) મરચું
(18) મીઠું પ્રમાણસર
રીત
(1) ફણસી, ચોળી, ગાજર અને બટાકાને વરાળથી બાફી ઠંડાં પાડવા દેવાં. બટાકાની છાલ કાઢી, છીણીને તેમાં ફણસી, ચોળી, ગાજર અને બટાકા મિક્સ કરવા. તેમાં બધો મસાલો નાખી ગોળા વાળવા.
(2) ચણાના લોટમાં મીઠું, હળદર નાખી બટાકાવડાં જેવું ખીરું બનાવવું.
(3) ખીરામાં ગોળાને બોળીને ગરમ તેલમાં તળી નાખવા. તેની ઉપર દહીં, ગળી ચટણી નાખી ઉપર મીઠું, મરચું ભભરાવું.
નોંધઃ આ વડાં ચણાના લોટના ખીરાની જગ્યાએ મેંદના લોટના ખીરામાં પણ બનાવી શકાય.

બ્રેડનાં દહીવડાં
સામગ્રી અને રીત

(1) બ્રેડ ઉપર વાડકી મૂકી ગોળ આકાર આપવો. આવી ગોળ બ્રેડ પર શાકનો મસાલો (શાકના દહીવડાં પ્રમાણે) ભરીને તેના પર બીજી બ્રેડ મૂકી, બરાબર દબાવી, તળી દેવી.
(2) છૂટું પડે તો મેંદાના ખીરામાં બોળીને તળવું.
(3) આ વડાંને સાદી છાશમાં મીઠું નાખી બોળવાં. તેના પર દહીં, મીઠું મરચું અને ચટણી નાખવાં.
મેક્રોની વડાં (35 નંગ)
સામગ્રી

(1) 100 ગ્રામ મેક્રોની
(2) 125 ગ્રામ વટાણા
(3) 250 ગ્રામ બટાકા
(4) 125 ગ્રામ ફણસી
(5) ½ કપ કોથમીર
(6) 1 ½ ટેબલ સ્પૂન વાટેલાં મરચાં
(7) ½ ટી સ્પૂન વાટેલું આદુ
(8) તેલ પ્રમાણસર
(9) મીઠું પ્રમાણસર
વ્હાઇટ સોસ માટે
(1) ½ કપ મેંદો
(2) 250 મિલિ દૂધ
(3) ½ પેકેટ માખણ (80 ગ્રામ)
(4) 125 ગ્રામ મોટાં મરચાં (કેપ્સીકમ)
રીત
(1) એક વાસણમાં માખણ અને મેંદો નાખી, ગુલાબી રંગનો થાય એટલે દૂધ રેડવું.
(2) તેમાં મોટાં મરચા બારીક સમારીને નાખવાં. સોસ જાડો કરવો
(3) મેક્રોનીના નાના ટુકડા કરી મીઠું નાખી બાફવી, બટાકા, ફણસી (બારીક સમારીને) તથા વટાણા બાફવા.
(4) તૈયાર કરેલા વ્હાઇટ સોસમાં શાક, મેક્રોની નાખવા. બધો મસાલો ભેગો કરી, તેના ગોળા વાળી ગરમ તેલમાં તળવું.

ભાતનાં દહીંવડાં (10 નંગ)
સામગ્રી અને રીત

(1) 1 કપ ભાતમાં મીઠું, 1 ટી સ્પૂન મરચું, ¼ ટી સ્પૂન હળદર, 1 ટી સ્પૂન ગરમ મસાલો નાખી, ગોળા વાળી, અડદના લોટના પાતળા ખીરામાં બોળીને તળવા.
(2) તેના પર દહીં, ગળી ચટણી, વાટેલું જીરું મીઠું, કોથમીર નાખવી.

ગોટા (8 વ્યક્તિ)
સામગ્રી

(1) 2 કપ ચણાનો જાડો લોટ
(2) ½ કપ ઘઉંનો જાડો લોટ
(3) 2 ઝૂડી મેથીની ભાજી
(4) 1 ટી સ્પૂન વાટેલાં આદુ-મરચાં
(5) 2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
(6) 1 કપ દહીં
(7) 4 ટેબલ સ્પૂન ખાંડ
(8) ચપટી સાજીનાં ફૂલ
(9) 1 ટી સ્પૂન તલ
(10) 10 નંગ મરી
(11) 1 ટી સ્પૂન ધાણા
(12) 1 ટી સ્પૂન ગરમ મસાલો
(13) તેલ પ્રમાણસર
(14) મીઠું પ્રમાણસર
રીત
(1) ચણાના લોટમાં ઘઉંનો લોટ નાખી બધો માસોલ નાખવો. મરી અને ધાણા અધકચરા વાટવા.
(2) મેથીની ભાજી ઝીણી સમારી સારી રીતે ધોઇને લોટમાં નાખવી. દહીં નાખી જાડું ખીરું બનાવવું.
(3) ખાંડ સહેજ આગળ પડતી નાખવી. તેલ, પાણી ભેગાં કરી સાજીના ફૂલ નાખી ગરમ કરવું અને ગોટા ઉતારતી વખતે ખીરામાં નાખવું. ગરમ તેલ નાખવું. બરાબર હલાવી ગરમ તેલમાં ગોટા ઉતારવા.
વેરિએશન
(1) એકલા ચણાના ઝીણા લોટના તેમજ ચણાના જાડા લોટમાં થોડોક રવો (સોજી) નાખીને પણ ગોટા થાય.
(2) કોથમીર, મીઠો લીમડો, પોઇનાં પાન અને પાલકની ભાજીના પણ ગોટા થાય.
(3) ડુંગળી છીણીને નખાય.. દૂધી, કોળું, કોબીજ અને કાકડીને છીણીને પણ પકોડા થાય.

દહીં પકોડાં (7 વ્યક્તિ)
સામગ્રી

(1) 125 ગ્રામ ચણાનો ઝીણો લોટ
(2) 25 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ
(3) 25 ગ્રામ ચોખાનો લોટ
(4) 1 ટી સ્પૂન મરચું
(5) ¼ ટી સ્પૂન હળદર
(6) ¼ ટી સ્પૂન સાજીનાં ફૂલ
(7) તેલ પ્રમાણસર
(8) દહીં
(9) ગળી ચટણી
(10) તીખી ચટણી
(11) મીઠું પ્રમાણસર
રીત
(1) ચણના લોટમાં ઘઉંનો અને ચોખાનો લોટ નાખવો
(2) તેમાં મીઠું, મરચું, હળદર અને સાજીનાં ફૂલ નાખી એકદમ ઢીલું ખીરું કરવું. પકોડાં ગરમ તેલમાં ઊતારી, સીધાં પાણીમાં નાખવાં.
(3) પકોડાને દબાવી પાણી કાઢી તેના પર દહીં ગળી ચટણી, તીખી ચટણી, મીઠું, મરચું ભભરાવવું.

ભાતનાં પકોડાં (15 નંગ)
સામગ્રી

(1) 1/5 કપ ભાત
(2) 1 કપ ચણાનો લોટ
(3) ¼ ટી સ્પૂન હળદર
(4) 1 ટી સ્પૂન ખાંડ
(5) 1 ટી સ્પૂન વાટેલાં આદુ-મરચાં
(6) 1 કપ બાફેલા શાકભાજી (ફણસી, ગાજર, બટાકા, વટાણા)
(7) તેલ પ્રમાણસર
(8) મીઠું પ્રમાણસર
રીત
ઉપરની બધી સામગ્રી ભેગી કરી ખીરું તૈયાર કરી ગરમ તેલમાં પકોડાં તળવાં. શાકભાજી ન નાખવાં હોય તો પણ ચાલે.
વડાપાંઉ (25 નંગ)
સામગ્રી
(1) 250 ગ્રામ બટાકા
(2) તેલ પ્રમાણસર
(3) ½ ટી સ્પૂન રાઇ
(4) 2 ટી સ્પૂન અડદની દાળ
(5) મીઠો લીમડો
(6) ¼ ટી સ્પૂન હળદર
(7) 1 ટી સ્પૂન તલ
(8) 3 નંગ ઝીણી સમારેલી ડુંગળી
(9) 1 ટી સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
(10) 2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
(11) 1 નંગ લીંબુ
(12) 2 ટી સ્પૂન ખાંડ
(13) ગળી ચટણી
(14) તીખી ચટણી
(15) લસણની ચટણી
(16) ઝીણી સેવ
(17) 25 નંગ ભાજીપાઉંની બ્રેડ
(18) ઘી અને માખણ
(19) ચણાનો લોટ પ્રમાણસર
(20) ½ ટી સ્પૂન મરચું
(21) મીઠું પ્રમાણસર
રીત
(1) બટાકાને બાફી, છોલીને છીણી નાખવા. 2 ટેબલ સ્પૂન તેલમાં રાઈ, અડદની દાળ, લીમડો, તલ, હળદર અને ઝીણી સમારેલી ડુંગળી નાખવાં. બ્રાઉન થવા દેવું.
(2) પછી બટાકા અને બાકીનો મસાલો નાખવો. બટાકાવડાં ચપટાં વાળી ચણાના લોટના ખીરામાં બોળી તેલમાં લેવાં.
(3) ભાજીપાઉંના બ્રેડને વચ્ચેથી સહેજ કાપી માખણ લગાડી, ગળી ચટણી લસણની ચટણી, તીખી કોથમીરની ચટણી પાથરી તેના પર બટાકાવડું મૂકી ફરીથી ત્રણેય ચટણી પાથરી બંધ કરવું.
(4) લોઢી પર ઘી, તેલ મૂકી બંને બાજુ શેકવું તેની ઉપર સેવ, કોથમીર ભભરાવી.
વેરિએશન
(1) લોઢી ઉપર 1 ટી સ્પૂન તેલ ગરમ મૂકી લસણની સૂકી લાલ ચટણી નાખી સંતાળવી.
(2) બ્રેડ વચ્ચેથી સહેજ કાપી, કાપેલી બાજુ લોઢી ઊપર મૂકી ફેરવવું.
(3) બ્રેડ ગરમ થઈ જાય એટલે કોથમીરની ચટણી અને ગળી ચટણી પાથરી બટાકાવડું મૂકી બ્રેડ બંધ કરવી.
(4) તેના ઉપર સેવ અને કોથમીર ભભરાવી પીરસવું.

પાંદડાં (૧૦ વ્યક્તિ)
સામગ્રી

250 ગ્રામ પાંદડાં
225 ગ્રામ ચણાનો ઝીણો લોટ
2 ટી સ્પૂન મરચૂં
ચટપી હિંગ
1 ટી સ્પૂન ગરમ મસાલો
5 ટેબલ સ્પૂન ખાંડ
1 કપ દહીં
લીબું
¼ ટી સ્પૂન હળદર
1 ટી સ્પૂન ધાણાજીરું
1 કેળું
તેલ પ્રમાણસર
1 ટી સ્પૂન રાઈ
1 ટી સ્પૂન તલ
½ કપ છાશ
1 ટી સ્પૂન તજ-લવિંગનો ભૂકો
કોપરાની છીણ
કોથમીર
ખસખસ
મીઠું પ્રમાણસર

રીત
(1) પાંદડાની નસો કાઢી, ધોઇને લૂછી નાંખવા, ચણાના ઝીણા લોટમાં બધો મસાલો, 2 ટેબલ સ્પૂન તેલનું મોણ, 3 ટેબલ સ્પૂન ખાંડ, 1 લીંબુ અને કેળું નાખવું. ખીરું જાડું બનાવવું.
(2) પાંદડાં પર મસાલાનું ખીરું ચોપડવું અને કઠણ વાટા વાળવા.
(3) જે વાસણમાં મૂકવું હોય તેમાં કાંઠલો, પાણી મૂકી ચાળણીમાં વાટા મૂકવા. કૂકરમાં વ્હિસલ વગર પણ ચાળણીમાં મુકાય.
(4) બફાયા પછી ગરમ ગરમ છૂટાં પાડી તેના પર તેલ લગાવવું . જેથી પાનનો કલર લીલો રહે અને પાંદડાં પોચાં રહે.
(5) તેના ટુકડા કરવા વધારે તેલના વધારમાં રાઇ, તલ, છાશ, મીઠું, ખાંડ અને થોડાં તજ- લવિંગનો ભૂકો નાખી પાંદડાં વઘારવાં. પછી તેના ઉપર કોપરાની છીણ, કોથમીર અને ખસખસ ભભરાવી.

પાંદડાંના ભજિયાં (સમોસા) (35 નંગ)
સામગ્રી

150 ગ્રામ પાંદડાં
250 ગ્રામ બટાકા
100 ગ્રામ લીલા વટાણા
½ ટી સ્પૂન હળદર
1 ટી સ્પૂન વાટેલાં લીલાં મરચાં
1 ટી સ્પૂન ગરમ મસાલો
1 નંગ લીંબુ
2 ટી સ્પૂન ખાંડ
2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
2 ટેબલ સ્પૂન કણકીનો લોટ
ચપટી હિંગ
½ કપ મેંદો
તેલ
મીઠું પ્રમાણસર

રીત
(1) વટાણા બાફી નાખવા, બટાકાને એકદમ ઝીણા સમરાી તળી નાખવા. બંને ભેગાં કરી બધો મસાલો નાખવો.
(2) પાંદડાની નસો કાઢી તેના બે ઊભા ભાગ કરવા. એક ભાગ લઈ કિનારે મસાલો મૂકી સમોસુ વાળવું અને લઈથી કિનારી બંધ કરવી. (કણકીમાં, હિંગ, પાણી અને મીઠું નાખી જાડી લઈ બનાવવી.)
(3) પછી મેંદાનું ખીરું બનાવી તેમાં મીઠું નાખી સમોસા બોળી ગરમ તેલમાં તળી લેવા. ગરમ ગરમ જ પીરસવા.

કચોરી (20 નંગ)
સામગ્રી

૩50 ગ્રામ લીલવા
નાનો ટુકડો અાદુ
10 થી 15 લીલાં મરચાં
તેલ પ્રમાણસર
2/4 ટી સ્પૂન રાઈ
2 ટી સ્પૂન તલ
ચપટી સોજીનાં ફૂલ
1 નંગ બટાકો
50 ગ્રામ પૌઆ
4 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
½ ટી સ્પૂન લીંબુના ફુલ
2 ટી સ્પૂન ખાંડ
1 ટી સ્પૂન ગરમ માસાલો
કાજુ
દ્રાક્ષ
300 ગ્રામ ઘઉંનો લોટ અથવા મેંદો
1 ટી સ્પૂન બૂરું ખાંડ
½ ટી સ્પૂન લીંબુનો રસ
મીઠું પ્રમાણસર

રીત
1 લીલવાને ધોઇ અધકચરા વાટવા. લીલાં આદુ, મરચાં પણ વાટી નાખવાં.
2 પછી એક વાસણમાં વધારે તેલ લઈ રાઇ, તલ, લીલાં મરચાં, આદુ નાખી લીલવા વધારવા. મીઠું નાખવું. સાજીનાં ફૂલ પાણીમાં ઓગાળીને નાખવાં.
3 લીલવા ઓછા હોય તો બટાકા બાફીને છીણીને નખાય. પૌઅા ધોઈને નખાય. લીલવા ચડી જાય એટલે બધો મસાલો નાખવો.
4 ઘઉંના લોટમાં અથવા મેંદામાં થોડાક ઘઉંનો લોટ નાખી ૧ ટી સ્પૂન બૂરું ખાંડ, 2 ટી સ્પૂન તેલ અને લીંબુનો રસ નાખી લોટ બાંધવો.
5 પૂરી વણી મસાલો ભરી, કચોરી વાળી, ગરમ તેલમાં તળવી.
નોંધઃ
1 વટાણા, કાકડી, ટીંડોળાં વાટીને નાખી શકાય. વટાણા, કાકડી, ટીંડોળા સાંતળવાં.
2 મગની દાળ અને વટાણાની કચોરી સારી લાગે છે. મગની દાળ 2 કલાક પાણીમાં પલાળી અધકચરી બાફીને. ચાળણીમાં કાઢવી. મગની દાળ અને વટાણા ક્રશ કરી બંનેને સાંતળી ઉપર પ્રમાણે માસાલો કરવો.

દૂધી-પૌઆની કચોરી (25 નંગ)
350 ગ્રામ દૂધી
100 ગ્રામ નાયલોન પૌંઆ
તેલ પ્રમાણસર
½ ટી સ્પૂન જીરું
ચપટી હિંગ
½ ટી સ્પૂન લીંબુનાં ફૂલ
2 ટી સ્પૂન ખાંડ
2 ટી સ્પૂન વાટેલાં આદુ-મરચાં
2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
250 ગ્રામ મેંદો
લાલ ચટણી
મીઠું પ્રમાણસર
રીત
1 દૂધીને પાણીમાં છીણીને બાફી લેવી. બફાયા પછી નીચોવી નાખવી. અંદરથી પાણી બિલકુલ બહાર કાઢી. નાખવું. પછી તેમાં પૌઆ મેળવવા.
2 એક વાસણમાં 2 ટેબલ સ્પૂન તેલ મૂકી જીરા અને હિંગનો વઘાર કરી મીઠું, ખટાશ, ખાંડ, વાટેલાં આદુ, મરચાં, કોથમીર નાખવાં. પછી તેમાં દૂધી પૌંઆ નાખી, બધાનું મિશ્રણ કરી ગોળીઓ વાળવી.
3 મેંદામાં મીઠું અને સહેજ તેલ નાખી પૂરી જેવો લોટ બાંધવો.
4 પૂરી વણીને કચોરીની જેમ ભરવી. તાવડીમાં તેલ મૂકીને તળવી. લાલ ચટણી સાથે પીરસવી.
આખા મગની કચોરી (25 નંગ)
સામગ્રી

1 કપ મગ
તેલ પ્રમાણસર
ચપટી હિંગ
2 ટી સ્પૂન વાટેલાં આદુ-મરચાં
1 ટી સ્પૂન તલ
2 ટી સ્પૂન કોપરાની છીણ
2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
½ ટી સ્પૂન લીંબુનાં ફૂલ
1 ટી સ્પૂન ચાનો મસાલો
1 ટી સ્પૂન ખાંડ
1 ટી સ્પૂન ગરમ મસાલો
2 કપ મેંદો
મીઠું પ્રમાણસર
રીત
(1) આખા મગને ગરમ પાણીમાં ઓરવા અને અધકચરા ચઢવા દેવા. પછી બધું પાણી કાઢી નાખવું.
(2) એક વાસણમાં આછા તેલ અને હિંગનો વઘાર મૂકવો. તેમાં મગને સાંતળવા. નીચે ઉતારીને તેમાં બધો મસાલો નાખીને પૂરણ કરવું.
(3) મેંદાના લોટમાં મીઠું અને મોણ નાખીને પૂરીનો લોટ બાંધવો.
(4) પૂરી વાણીને તેમાં પૂરણ ભરવું કચોરી વાળી તેને તેલમાં ધીમા તાપે તળવી.

સમોસા [25 નંગ ]
સામગ્રી

(1) 300 ગ્રામ બટાકા
(2) 50 ગ્રામ લીલા વટાણા
(3) તેલ પ્રમાણસર
(4) 1 ટેબલ સ્પૂન વાટેલાં આદુ-મરચાં
(5) 2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
(6) ½ ટી સ્પૂન જીરું
(7) ½ ટી સ્પૂન હળદર
(8) 1 ટી સ્પૂન લાલ મરચું
(9) ચપટી હીંગ
(10) 1 ટી સ્પૂન ઝીણો સમારેલો ફૂદીનો
(11) 1 ટી સ્પૂન લીંબુના ફલ
(12) ½ ટી સ્પૂન ગરમ મસાલો
(13) ½ ટી સ્પૂન તલ
(14) ½ ટી સ્પૂન ચાનો મસાલો
(15) ½ ટી સ્પૂન દાડમના દાણા ( અનાર દાણા)
(16) 1 ટી સ્પૂન ખાંડ
(17) 100 ગ્રામ મેંદો
(18) 1½ ટેબલ સ્પૂન રવો (સોજી)
(19) 1½ ટેબલ સ્પૂન ઘી
(20) 1 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ
(21) મીઠું પ્રમાણસર
રીત
(1) પ્રથમ બટાકા અને વટાણાને બાફી નાંખવા, બટાકાને છોલીને છીણી નાખવા.
(2) ત્યારબાદ વાસણમાં તેલ મૂકી તેમાં જીરું, સહેજ હળદર, મરચું, હીંગ નાખી વઘારવું વઘારમાંજ આદુ, મરચું, લીંબુનાં ફૂલ, કોથમીર, ગરમ મસાલો, તલ, ફુદીનો, ચાનો મસાલો અને દાડમના દાણા ( ખાંડીને) નાખવા
(3) પછી બટાકા, મીઠું, ખાંડ,વટાણા,નાખીને હલાવવું
(4) મેંદામાં ઘઉંનો લોટ, રવો, ઘી અને મીઠું નાખી લોટ બાંધી, પૂરી વણી, તેને વચ્ચેથી કાપી સમોસા ભરવા અને ગરમ તેલમાં તળવા
(5) સમોસા ભરતાં પહલાં 1 વટાણો નીચે નાખવો જેથી નીચે આકાર રહે. બટાકાને ઝીણા સમારીને તળીને પણ થાય.
(6) સમોસા ખાડો કરી લસણની ચટણી, ગળી ચટણી, કોથમીરની ચટણી, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણી સેવ અને ચાટ મસાલો નાખી શકાય, ડુંગળીને બદલે દહીં પણ નાખી શકાય.

નોંધ : (1) 1 કપ મેંદો, 1 ટેબલ સ્પૂનરવો. 1 ટેબલ સ્પૂન ઘી, થોડોક ઘઉંનો લોટ
(2) 2 સમોસા, કચોરી, કોનમાં આ માપ લેવું.

પંજાબી સમોસા
સામગ્રી

(1) 250 ગ્રામ બટાકા (છાલ કાઢી નાના ટુકડા કરવા)
(2) કપ વટાણા- દાણા
(3) 4 ½ ટેબલ સ્પૂન ઘી
સૂકા મસાલાની સામગ્રી
(4) 2 તજ
(5) 3 લવિંગ
(6) 6 મરી
(7) 1 ટી સ્પૂન ધાણા
(8) 1 ટી સ્પૂન જીરું, બધું શેકી, ઠંડુ કરીને મિક્સરમાં પીસવું
(9) 250 ગ્રામ મેંદો
ભીના મસાલાની સામગ્રી
(10) ½ કપ કોથમીર
(11) ¼ કપ ફુદીનો
(12) ટકુડો આદુ
(13) 4 મરચાં
(14) ¼ ટી સ્પૂન આંબોળિયાનો પાઉંડર
(15) 1 ટી સ્પૂન ખાંડ
(16) ¼ ટી સ્પૂન હળદર, અાદુ, મરચાં, કોથમીર, ફુદીનો મિક્સરમાં મિક્સ કરવાં.
(17) ખજૂરની ચટણી
(18) કોથમીરની ચટણી
(19) તેલ પ્રમાણસર
(20) મીઠું પ્રમાણસર
રીત
(1) એક વાસણમાં 1 1/2 ટેબલ સ્પૂન ઘી ગરમ મૂકી તેમાં બટાકા વઘારવા. વાસણ ઉપર થાળી ઢાંકવી અને તેમાં પાણી મૂકવું. થોડી થોડી વારે હલાવતા રહેવું.
(2) તેમા વટાણા નાંખવા. બટાકા અને વટાણા ચડી જાય એટલે સૂકો-ભીનો મસાલો. આંબોળિયાંનો પાઉડર, મીઠું, હળદર અને ખાંડ નાખી બરાબર હલાવવુ. માવાને ઠંડો કરવો.
(3) મેંદામા મીઠું અને 3 ટેબલ સ્પૂન ઘી ગરમ કરીને નાખવું. પાણીથી પરોઠાના લોટ કરતાં થોડોક ઢીલો લોટ બાંધવો. થોડીક વાર ઢાંકી રાખવો.
(4) પછી બરાબર મસળીને મોટા લુઆ કરી, મોટી પૂરી વણવી. તેને વચ્ચેથી કાપીને બે ભાગ કરવા.
(5) એક ભાગ હાથમાં લઈ પાનના બીડાની જેમ વાળીને તેમાં મસાલો ભરવો અને કિનારીઓ દાબીને ચોંટાડીને સમોસા તૈયાર કરવા.
(6) થોડાક સમોસા થાય એટલે તેલ ગરમ કરવા મૂકવું. પ્રથમ વધારે તાપે અને પછી ધીમા તાપે સમોસા કાચાપાકા તળવા અને ઠંડા કરવા.
(7) જ્યારે જોઈએ ત્યારે ફરીથી તળવા. અાથી સમોસા કડક થશે. સીધા જ બ્રાઉન કલરના તળવાથી સમોસા જલદી પોચા પડી જશે. તેથી બે વાર તળવા.
(8) કોથમીરની તીખી ચટણી અને ખજૂરની ચટણી મિક્સ કરીને સમોસા સાથે પીરસવી. કોથમીરની તટણી અને સોસ ભેગા કરીને પણ ચટણી થાય.
પટ્ટી સમોસા (30 નંગ)
સામગ્રી

250 ગ્રામ બટાકા
100 ગ્રામ વટાણા
100 ગ્રામ મેંદો
2 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ
કણકીનો લોટ
½ ટી સ્પૂન લાલ મરચું
½ ટી સ્પૂન વાટેલાં લીલાં મરચાં
½ ટી સ્પૂન ગરમ મસાલો
½ ટી સ્પૂન અનાર દાણા
2 ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
¼ ટી સ્પૂન લીંબુના ફૂલ
1 ટી સ્પૂન ખાંડ
તેલ પ્રમાણસર
મીઠું પ્રમાણસર
રીત
(1) મેંદામાં ઘઉંનો લોટ અને 1 ટી સ્પૂન મીઠું તથા પ્રમાણસર પાણી નાખી રોટલીનો લોટ બાંધવો.
(2) નાની નાની 2 રોટલી વણી તેના પર તેલ ચોપડી અટામણ લગાડી બંધ કરી વણવી. શેકીને છૂટી પાડવી. આ રીતે બેપડી રોટલી કરવી. તેને બંધ ડબ્બામાં ઢાંકી દેવી. કડક ન થવી જોઈએ.
(3) બટાકા અને વટાણા બાફી, આગળ જણાવ્યા પ્રમાણે સમોસાનો મસાલો બનાવવો. પટ્ટીઓ કાપી સાઈડમાં મસાલો મૂકી સમોસા વાળવા. 1 ટેબલ સ્પૂન મેંદો અથવા 1 ટેબલ સ્પૂન કણકીના લોટમાં 4 ટેબલ સ્પૂન પાણી નાખી, ઓગાળી, ગરમ કરી, લઈ કરવી અને સમોસા વાળી છેલ્લા પડમાં ચોંટાડવી.
(4) પછી સમોસા ગરમ તેલમાં તળવા. વધારે વખત રાખવા હોય તો ડબ્બામાં કપડું પાથરી કાચા સમોસા મૂકવા. ઉપર બીજું કપડું મૂકી બીજા સમોસા મૂકવા. બધા સમોસા ફ્રિજરમાં મૂકવા કાચા-પાકા તળીને પણ ડબ્બામાં મૂકી ફ્રિજરમાં વધારે વખત રાખી શકાય.
ચટણી માટેની સામગ્રી
25 ગ્રામ ચણાની દાળ
નાનો ટુકડો આદુ
5 થી 6 લીલાં મરચાં
¼ કપ ઝીણી સમારેલી કોથમીર
¼ કપ ઝીણો સમારેલી ફુદીનો
¼ ટી સ્પૂન લીંબુનાં ફૂલ
મીઠું પ્રમાણસર
ચટણી બનાવવાની રીત
દાળને 6 કલાક પલાળીને, અધકચરી વાટવી,
આદુ મરચાં, કોથમીર, ફુદીનાની પેસ્ટ તેમજ મીઠું અને લીંબુનાં ફૂલ નાખવાં.