Friday, May 21, 2010

મિષ્ટાન્ન



કંસાર
સામગ્રી
1 કપ ઘઉંનો જાડો લોટ
11/4 કપ પાણી
2 ટેબલ સ્પૂન ગોળ
1 ટેબલ સ્પૂન તેલ + 1 ટી સ્પૂન તેલ
2 ટી સ્પૂન ઘી
ઘી અને બૂરું ખાંડ પ્રમાણસર

રીત
1 1 કપ ઘઉંનો લોટ હોય તો 11/4 કપ પાણી લેવું. પાણી ગરમ મીકવું. તેમાં ગોળ નાખવો.
2 લોટમાં 1 ટેબલ સ્પૂન તેલનું મોણ નાખવું.
3 પાણી ઊકળે એટલે થોડુંક પાણી કાઢી લઈ તપેલીના પાણીમાં 1 ટી સ્પૂન તેલ નાખી લોટ નાખી દેવો. વેલણથી સરખો કરી ઢાંકી દેવું.
4 ધીમા તાપે થવા દેવું. થોડી વારે વેલણથી હલાવતા જવું. પછી અંદર 2 ટી સ્પૂન ઘી નાખી સીઝવા દેવું.
5 પાણી ઓછું લાગે તો પાણી ઉમેરવું અને વધારે લાગે તો લોટ નાખવો.
6 કંસાર પર ઘી અને બૂરું ખાંડ નાખીને પીરસવું.

ફાડા લાપસી
સામગ્રી

250 ગ્રામ ઘઉંના ફાડા
200 ગ્રામ ઘી
300 થી 400 ગ્રામ ખાંડ
દ્રાક્ષ
ઇલાયચીનો ભૂકો
બદામ, ચારોળી, ખસખસ પ્રમાણસર
રીત
1 પ્રથમ ફાડાને ઘી મૂકી શેકવા. સહેજ ગુલાબી રંગના થાય એટલે તેમાં ગરમ પાણી રેડવું. 1 કપ ફાડા હોય તો 4 કપ પાણી રેડવું.
2 તેમાં દ્રાક્ષ નાખવી અને ધીમા તાપે ચડવા દેવા. દાણો ચડીને ફૂલી જાય પછી જ તેમાં ખાંડ નાખવી.
3 ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેવું. પછી ઇલાયચીનો ભૂકો નાખવો અને થાળીમાં પાથરીને ઠારી દેવું.
4 તેના પર બાફેલી બદામની કાતરી નાખવી. ચારોળી અને ખસખસ ભભરાવીને કાપા પાડવા.

પૂરણપોળી
સામગ્રી
1 કપ તુવેરની દાળ
1 કપ ખાંડ અથવા ગોળ
½ ટી સ્પૂન ઇલાયચીનો ભૂકો
½ ટી સ્પૂન ખસખસ
¼ ટી સ્પૂન જાયફળનો ભૂકો
ઘી પ્રમાણસર
2 કપ ઘઉંનો લોટ
રીત
1. તુવેરની દાળમાં થોડુક પાણી મૂકી કૂકરમાં બાફવા મૂકવી, ચઢી જાય એટલે પાણી નાતારી લેવું.
2. પછી તુવેરની દાળ ઘી લગાડેલ તાંસળામાં કાઢી, જોઈતા પ્રમાણમાં ગોળ અથવા ખાંડ નાખી, ગેસ ઉપર મૂકી હલાવવું.
3. જો પૂરણ બહુ ઢીલું લાગે તો ઘઉંના લોટમાં ઘીનું મોણ નાખી લોટ તેમા ભભરાવવો અને હલાવ્યા કરવું જેથી ઘટ્ટ થઈ જાય. જો પૂરણમાં વચ્ચે તાવેથો ટટ્ટાર ઊભો રહે તો જાણવું કે પૂરણ બરાબર થઈ ગયું છે. તાવેથો નીચે પડે તો થોડી વાર વધારે રહેવા દેવું.
4. તેમાં ઇલાયચીનો ભૂકો, જાયફળનો ભૂકો અને ખસખશ નાખવી.
5. થાળીમાં ઘી ચોપડી પૂરણ ઠંડુ થવા દેવું.
6. રોટલીના લોટ કરતાં સહેજ કઠણ લોટ બાંધવો. ઘઉંના લોટનું અટામણ લઈ નાની રોટલી વણી તેમાં પૂરણ મૂકી તેને વાળીને ફરીથી વણી ધીમા તાપે લોઢી ઉપર શેકવી.
7. શેકાઈ જાય એટલે ઘી ચોપડીને પીરસવી.

તુવેરની દાળ અને ચણાની દાળની પૂરણ પોળી

સામગ્રી
½ કપ તુવેરની દાળ
½ કપ ચણાની દાળ
1 કપ ખાંડ
½ ટી સ્પૂન ઇલાયચીનો ભૂકો
½ ટી સ્પૂન ખસખશ
½ ટી સ્પૂન જાયફળનો ભૂકો
ઘી પ્રમાણસર
2 કપ ઘઉંનો લોટ

રીત
1. તુવેરની દાળ અને ચણાની દાળમાં થોડુક પાણી મૂકી કૂકરમાં બાફવા મૂકવી, ચઢી જાય એટલે પાણી નાતારી લેવું.
2. પછી તુવેરની દાળ અને ચણાની દાળમાં ઘી લગાડેલ તાંસળામાં કાઢી, જોઈતા પ્રમાણમાં ગોળ અથવા ખાંડ નાખી, ગેસ ઉપર મૂકી હલાવવું.
3. જો પૂરણ બહુ ઢીલું લાગે તો ઘઉંના લોટમાં ઘીનું મોણ નાખી લોટ તેમા ભભરાવવો અને હલાવ્યા કરવું જેથી ઘટ્ટ થઈ જાય. જો પૂરણમાં વચ્ચે તાવેથો ટટ્ટાર ઊભો રહે તો જાણવું કે પૂરણ બરાબર થઈ ગયું છે. તાવેથો નીચે પડે તો થોડી વાર વધારે રહેવા દેવું.
4. તેમાં ઇલાયચીનો ભૂકો, જાયફળનો ભૂકો અને ખસખશ નાખવી.

બટાકાની પૂરણપોળી
સામગ્રી

300 ગ્રામ બટાકા
125 ગ્રામ ખાંડ
½ ટી સ્પૂન ઇલાયચીનો ભૂકો
¼ ટી સ્પૂન ખસખસ
¼ ટી સ્પૂન જાયફળનો ભૂકો
ઘી પ્રમાણસર
2 કપ ઘઉંનો લોટ
રીત
1. બટાકામાં થોડુક પાણી મૂકી કૂકરમાં બાફવા મૂકવા, ચઢી જાય એટલે પાણી નાતારી લેવું.
પછી બટાકામાં ઘી લગાડેલ તાંસળામાં કાઢી, જોઈતા પ્રમાણમાં ગોળ અથવા ખાંડ નાખી, ગેસ ઉપર મૂકી હલાવવું.
2. જો પૂરણ બહુ ઢીલું લાગે તો ઘઉંના લોટમાં ઘીનું મોણ નાખી લોટ તેમા ભભરાવવો અને હલાવ્યા કરવું જેથી ઘટ્ટ થઈ જાય. જો પૂરણમાં વચ્ચે તાવેથો ટટ્ટાર ઊભો રહે તો જાણવું કે પૂરણ બરાબર થઈ ગયું છે. તાવેથો નીચે પડે તો થોડી વાર વધારે રહેવા દેવું.
3. તેમાં ઇલાયચીનો ભૂકો, જાયફળનો ભૂકો અને ખસખશ નાખવી.

ખજૂરની પૂરણપોળી
સામગ્રી

300 ગ્રામ ખજૂર
100 ગ્રામ બૂરું ખાંડ
50 ગ્રામ કાજુના ટુકડા
50 ગ્રામ માવો
¼ જાયફળ
કોપરાની છીણ પ્રમાણસર
250 ગ્રામ મેંદો
ઘી પ્રમાણસર
પીસ્તાનો ભૂકો પ્રમાણસર

રીત
1. ખજૂરના ઠળિયા કાઢવા. ખજૂરને ક્રશ કરી તેમાં ખાંડ નાખી ગરમ કરવી.
2 ઘટ્ટ થાય એટલે નીચે ઉતારવું. ઠંડું થાય એટલે દાણાદાર માવો નાખવો. કાજુના ટુકડા ક્રશ કરી નાખવા. જાયફળ વાટીને નાખવું.
3 ઢીલું લાગે તો કોપરાની છીણ કે માવો વધારે નાખવો.
4 મેંદામાં સહેજ ઘીનું મોણ નાખી પૂરી જેવો લોટ બાંધવો.
5 મેંદાનું અટામણ લઈ જાડી રોટલી વણી, માવો ભરી, વાળીને ફરી વણવી. રોટલી જાડી અને નાની રાખવી. તેને ઘી મૂકીને સાંતળવી..
6 તેની ઉપર પીસ્તાનો ભૂકો નાખવો..

કાજુની પૂરણપોળી
સામગ્રી

300 ગ્રામ કાજુ
100 ગ્રામ બૂરું ખાંડ
50 ગ્રામ કાજુના ટુકડા
50 ગ્રામ માવો
¼ જાયફળ
કોપરાની છીણ પ્રમાણસર
250 ગ્રામ મેંદો
ઘી પ્રમાણસર
પીસ્તાનો ભૂકો પ્રમાણસર

રીત
1. કાજુના ઠળિયા કાઢવા. કાજુને ક્રશ કરી તેમાં ખાંડ નાખી ગરમ કરવી.
2 ઘટ્ટ થાય એટલે નીચે ઉતારવું. ઠંડું થાય એટલે દાણાદાર માવો નાખવો. કાજુના ટુકડા ક્રશ કરી નાખવા. જાયફળ વાટીને નાખવું.
3 ઢીલું લાગે તો કોપરાની છીણ કે માવો વધારે નાખવો.
4 મેંદામાં સહેજ ઘીનું મોણ નાખી પૂરી જેવો લોટ બાંધવો.
5 મેંદાનું અટામણ લઈ જાડી રોટલી વણી, માવો ભરી, વાળીને ફરી વણવી. રોટલી જાડી અને નાની રાખવી. તેને ઘી મૂકીને સાંતળવી..
6 તેની ઉપર પીસ્તાનો ભૂકો નાખવો..

ખજૂર-અંજીરની પૂરણપોળી
સામગ્રી

150 ગ્રામ ખજૂર અને 150 ગ્રામ અંજીર લઈ બાકીની સામગ્રીનું પ્રમાણ ખજૂરની પૂરણપોળી મુજબ લેવું.

રીત
1. ખજૂર અને અંજીરના ઠળિયા કાઢવા. ખજૂર અને અંજીરને ક્રશ કરી તેમાં ખાંડ નાખી ગરમ કરવી.
2. ઘટ્ટ થાય એટલે નીચે ઉતારવું. ઠંડું થાય એટલે દાણાદાર માવો નાખવો. કાજુના ટુકડા ક્રશ કરી નાખવા. જાયફળ વાટીને નાખવું.
3 ઢીલું લાગે તો કોપરાની છીણ કે માવો વધારે નાખવો.
4 મેંદામાં સહેજ ઘીનું મોણ નાખી પૂરી જેવો લોટ બાંધવો.
5 મેંદાનું અટામણ લઈ જાડી રોટલી વણી, માવો ભરી, વાળીને ફરી વણવી. રોટલી જાડી અને નાની રાખવી. તેને ઘી મૂકીને સાંતળવી..
6 તેની ઉપર પીસ્તાનો ભૂકો નાખવો..

અંજીરની પૂરણપોળી
સામગ્રી

300 ગ્રામ અંજીર
100 ગ્રામ બૂરું ખાંડ
50 ગ્રામ કાજુના ટુકડા
50 ગ્રામ માવો
¼ જાયફળ
કોપરાની છીણ પ્રમાણસર
250 ગ્રામ મેંદો
ઘી પ્રમાણસર
પીસ્તાનો ભૂકો પ્રમાણસર

રીત
1. અંજીરના ઠળિયા કાઢવા. અંજીરને ક્રશ કરી તેમાં ખાંડ નાખી ગરમ કરવી.
2 ઘટ્ટ થાય એટલે નીચે ઉતારવું. ઠંડું થાય એટલે દાણાદાર માવો નાખવો. કાજુના ટુકડા ક્રશ કરી નાખવા. જાયફળ વાટીને નાખવું.
3 ઢીલું લાગે તો કોપરાની છીણ કે માવો વધારે નાખવો.
4 મેંદામાં સહેજ ઘીનું મોણ નાખી પૂરી જેવો લોટ બાંધવો.
5 મેંદાનું અટામણ લઈ જાડી રોટલી વણી, માવો ભરી, વાળીને ફરી વણવી. રોટલી જાડી અને નાની રાખવી. તેને ઘી મૂકીને સાંતળવી..
6 તેની ઉપર પીસ્તાનો ભૂકો નાખવો..

લાડવો
સામગ્રી

500 ગ્રામ ઘઉંનો જાડો લોટ
50 ગ્રામ ચણઆનો જાડો લોટ
500 ગ્રામ ઘી
300 ગ્રામ કકરી બૂરું ખાંડ
2 ટી સ્પૂન ઇલાયચીનો ભૂકો
ખસખસ
2 ટેબલ સ્પૂન દૂધ

રીત
1. ઘઉંના લોટમાં મૂઠી પડતા તેલ કે ઘી (લગભઘ 100 ગ્રામ) નું મોણ નાખી હુંફાળા પાણીથી લોટ બાંધવો. આંગળીથી ખાડા પાડીને મુઠીયા વાળવાં.
2. તેમને ઘીમાં ઘીમા તાપે તળવાં. બદામી રંગના થાય એટલે કાઢીને ખાંડવા. મિક્સરમાં પણ ક્રશ કરી શકાય.
3. પછી ચૂરમું ઘઉં ચાળવાની ચાળણીથી ચાળી લેવું.
4. ચણાના જાડા લોટમાં દૂધ તથા 1 ટેબલ સ્પૂન ઘી ગરમ કરી ધાબુ દેવું. થોડક વખત રાખી ઘઉં ચાળવાની ચાળણીથી ચાળી લેવું. પછી વધારે ઘી મૂકી સાંતળવું. મગસ કરતાં સહેજ ઓછું શેકવું.
5. પછી તેને ઠંડુ થવા દેવું અને ચૂરમામાં નાખવું., ખાંડ પણ ચાળીને નાખવી. ઘી ગરમ કરી ચૂરમામાં નાખવું. ઇલાયચીનો ભૂકો નાખવો બધુ બરાબર ભેળવીને લાડવા વાળવા.
6. તેમની ફરતે ખસખસ લગાડી જરા ઊંચેથી થાલીમાં નાખવા જેથી નીચેના ભાગમાં દબાઈને પડધી પડશે.
7. ચૂરમામાં સાકર પણ અધકચરી વાચીને નાખી શકાય.
8. રવો નાખવો હોય તો ઘઉઁના લોટમાં 100 ગ્રામ નાખી શકાય. આમાં ખાંડ 500 ગ્રામ લેવી.
ઘઉંની સેવ
સામગ્રી

ખાજલી ઘઉંની સેવ (300 ગ્રામ)
તેલ
ઘી
બીરું ખાંડ પ્રમાણસર

રીત
1. એક તપેલીમાં પાણી ઉકળવા મૂકવું. પાણી ઊકળે એટલે 1 ટી સ્પૂન તેલ નાખવું, જેથી સેવ ભાગી ન થઈ જાય.
2. પછી ઉકળતા પાણીંમાં સેવ મોટા કકડા કરીને નાખવી. સેવ ચડી જાય એટલે બીજા વાસણ પર ચાળણી મૂકીને સેવને ઓસાવવી, જેથી બધું પાણી નીતરી જાય.
3. પીરસતી વખતે સેવ પર ઘી અને બૂરું ખાંડ નાખવાં.

સેવનું બિરંજ
સામગ્રી

ખાજલી ઘઉંની સેવ (300 ગ્રામ)
4 થી 5 ટેબલ સ્પૂન ઘી
½ કપ દૂધ
1 થી 2 કપ ખાંડ
ઇલાયચીનો ભૂકો
બદામની કાતરી

રીત
1. સેવને ઘી મૂકીને સાંતળવી. એમાં પ્રમાણસર ઉકળતું પાણી નાખી સેવને ચઢવવી.
2. સેવ ચઢી જાય એટલે એમાં 2 કપ દૂધ નાખવું. પછી ખાંડ નાખવીં.
3. ખાંડનું પાણી બળી જાય અને તેમાંથી ઘી છૂટું પડે એટલે બિરંજ થાળીમાં પાથરી તેના પર ઇલાયચીનો ભૂકો અને બદામની કાતરી ભભરાવવી.

શીરો
સામગ્રી

1 કપ ઘઉંનો સહેજ જાડો લોટ
1 કપથી સહેજ ઓછું ઘી
3 કપ પાણી
દ્રાક્ષ
1 કપ ખાંડ
ઇલાયચીનો ભૂકો
બદામ

રીત
1. ઘી ગરમ મૂકી તેમાં ઘઉંનો લોટ નાખવો. બીજી બાજુ પાણી ગરમ મૂકવું.
2. લોટ બદામી રેગનો થાય એટલે તેમાં ગરમ પાણી રેડવું. હલાવતા રહેવું. પાણી બળી જાય એટલે તેમાં ખાંડ નાખવી.
3. ઘી છૂટું પડે એટલે ઇલાયચીનો ભૂકો નાખી ઉતારી લેવું. દ્રાક્ષ ગરમ પાણીમાં નાખવી જેથી ફૂલે.
4. બદામને બાફીને, કાતરી કરીને નાખવી.

સત્યનારાયણના મહા પ્રસાદનો શીરો
સામગ્રી

600 ગ્રામ રવો
600 ગ્રામ ઘી
3 લિટર દૂધ
650 ગ્રામ ખાંડ
થોડીક ઇલાયચી
ચારોળી
બદામની કાતરી

રીત
1. એક વાસણમાં ઘી મૂકી ગરમ થાય પછી રવો નાખી ધીમા તાપે શેકવો.
2. રવો ઓછો બદામી રગનો થાય એટલે તેની ઉપર ગરમ દૂધ રેડવું. તાપ ખૂબ ઓછો રાખવો.
3. દૂધ બળી જાય પછી ખાંડ નાખવી. ઘી છૂટું પડે ત્યારે ઇલાયચીનો ભૂકો નાખી ઉતારી લેવું.
4. શીરા ઉપર ચારોળી અને બદામની કાતરી ભભરાવવી.

મગની દાળનો શીરો
સામગ્રી

1 કપ મગની ફોતરાવાળી દાળ
1 કપ ઘી
1 કપ દૂધ
1 કપ પાણી
પીળો રંગ (જોઈતા પ્રમાણમાં)
¾ કપ ખાંડ
બદામ અને પીસ્તા
કેસર
½ ટી સ્પૂન ઇલાયચીનો ભૂકો

રીત
1. મગની દાળને 6 થી 8 કલાક પાણીમાં પલાળવી. પછી ફોતરા કાઢી, બરાબર સાફ કરી મિક્સરમાં પીસી નાખવી.
2. ત્યારબાદ એક વાસણમાં ઘી મૂકી, ધીમા તાપે આછી બદામી રેગની થાય ત્યાં સુધી શેકવી.
3. દૂધ અને પાણી ભેગા કરી ઉકાળી લેવાં. રંગ પણ દૂધમાં જ નાખી દેવો.
4. દાળ શેકાઈ જાય ત્યારે તેમાં દૂધ અને પાણીનું મિશ્રણ નાખી ખૂબ હલાવવું. હલાવતી વખતે તેમાં ખાંડ નાખી દેવી.
5. ઘી છૂટે એટલે બદામ અને પીસ્તાની કાતરી, કેસર, ઇલાયચીનો ભૂકો નાખવો.

No comments:

Post a Comment