Saturday, May 22, 2010

સૂપ

ટામેટાનો સૂપ
(1) 700 ગ્રામ ટામેટા
(2) 2 ટેબલ સ્પૂન બટર
(3) 2 નંગ ડુંગળી
(4) 2 કળી લસણ
(5) 1 બટાકું
(6) ½ ટી સ્પૂન, તજ , લવિંગ, ઈલાયચી, મરીનોભૂકો
(7) 3 ટીસ્પૂન ખાંડ
(8) 1 ટી સ્પૂન લાલ મરચું
(9) 2 ટેબલ સ્પૂન છીણેલું ચીઝ
(10) બ્રેડના તળેલા નાના ટૂકડા
(11) ½ કપ ક્રીમ
વાઈટ સોસ માટે
(1) ½ કપ દૂધ
(2) 1 ટી સ્પૂન કોર્નફ્લોર
(3) 1 ટી સ્પૂન બટર
(4) ½ ટી સ્પૂન મરીનો ભૂકો
(5) મીઠું પ્રમાણસર
બનાવવાની રીત
(1) ઠંડા દૂધમાં કોર્નફ્લોર, 1 ટી સ્પૂન બટર, મીઠું, મરીનો ભૂકો ઓગાળવા, ધીમા તાપે જાડું ન થાય ત્યાં સુધી સતત હલાવવું વાઇટ સોસ તૈયાર થશે.
(2) બટરમાં ડુંગળી, લસણ સાંતળીને તેમાં ટામેટાના ટુકડા કરી તેમજ બટાકા છોલીને ટુકડા કરીને નાખવા.
(3) તેમાં 2 કપ પાણી રેડી, કૂકરમાં મૂકી 2 વ્હિસલ વાગે એટલે ગેસ બંધ કરી ઠંડુ પડે એટલે ચન કરી ગાળીને તેમાં બધા મસાલા નાખવા.
(4) આ મિશ્રણને ઉકાળવું અને તૈયાર થયેલો વાઈટ સોસ તેમાં ઉમેરવો
(5) ગેસ બંધ કર્યા બાદ તેમાંચીઝ નાખવું. પીરસતી વખતે બ્રેડના ટુકડા અને ક્રીમ ઉમેરવું.
મિનિસ્ટ્રોન સૂપ
(1) 2 ટેબલ સ્પૂન માખણ
(2) 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી
(3) 2 નગ લસણની કળી
(4) 1 નંગ ગાજર
(5) 1 નંગ કેપ્સીકમ
(6) ½ કપ બાફેલા વટાણા
(7) 1 કપ સમારેલી કોબીજ
(8) 700 ગ્રામ ટામેટા
(9) 1 ટેબલ સ્પૂન કોર્નફોલર
(10) ½ કપ બેકબીન્સ
(11) ½ કપ બાફેલી મેક્રોની
(12) ½ ટી સ્પૂન તજ, લવિંગ, ઈલાયચી, મરીનો ભૂકો
(13) 3 ટી સ્પૂન ખાંડ
(14) 1 ટી સ્પૂન લાલ મરચું
(15) ½ કપ વાઈટ સોસ
(16) 1 ટી સ્પૂન આજીનોમોટો
(17) 4 કપ પાણી
(18) ½ કપ કમણોલું ચીઝ
(19) મીઠું પ્રમાણસર
રીત
(1) માખણને એક વાસણમાં સાધારણ ગરમ કરી ડુંગળી વઘારવી, ધીમા તાપે બે-ત્રણ મિનિટ રાખી, હલાવી તેમાં લસણ નાખવું.
(2) પછી બાકીનાં શાક નાંખવા, મીઠું, મરીનાખી, બરોબર મેળવી અડધું પાણી રેડી શાક ચઢવા દવાં, શાક વધારે પડતાં ચડી ન જાય તેનું ધ્યાન રાખવું
(3) ટામેટાના ટુકડા કરી, બાકીનું પાણી રેડી બરાબર બાફવા લિક્વિડાઈઝ કરી કિચનમાસ્ટરમાં ગાળી રસો તૈયાર કરવો મિક્સરમાં વાટી પણ શકાય
(4) બાફેલા શાકમાં ટામેટાનો રસો નાખવો કોર્નફ્લોર થોડા પાણીમાં ઓગાળી સૂપમાં નાખવો.
(5) બીન્સ, મેક્રોની તથા બાકીની ચીજો સૂપમાં નાખવી. ચીઝ ઓગળે ત્યાં સુધી સૂપ ગર કરવો.
(6) પીરસતી વખતે થોડુંક ચીઝ છીણીને ભભરાવવું

સ્પીનેચ સૂપ (પાલક સૂપ)
(1) 500 ગ્રામ પાલકની ભાજી
(2) 2 ડુંગળી
(3) 6 કળી લસણ
(4) ચલટી સોડા
(5) 1 ½ ટી સ્પૂન ખાંડ
(6) 150 ગ્રામ વટાણા
(7) 2 ટેબલ સ્પૂન કોર્નફ્રોલર
(8) મરી પ્રમાણસર
(9) જાયફળ પ્રમાણસર
(10) 4 ટેબલ સ્પૂન મલાઈ
(11) પાંઉના તળેલા નાના ટુકડા
(12) મીઠું પ્રમાણસર
રીત
(1) એક વાસણમાં 3 ગ્લાસ પાણી લઈ ગેસ ઉપર ગરમ મૂકવું. તેમા પાલક ઝીણી સમારીને ડુંગળી ટુંકડા કરીને, વસણ, ચપટી સોડા, ખાંડ, વટાણા અને મીઠું નાખીને 5 મિનિટ ખુંલ્લું ઉકાળવું.
(2) ઠુંડુ થાય પછી લિક્વિડાઈઝ કરીને સૂપ ગાળી લેવો 1 કપ પાણીમાં કોર્નફ્રલોર ઓગાળી સૂપમાં નાખવું
(3) સૂપ ગેસ ઉપર ઊકળવા મૂકવું. ખાંડ નાખવી.
(4) પીરસતી વખતે સૂપ ગરમ કરી, મરી તથા જાયફળ નાખી, કપમાં રેડી 1 ટી સ્પૂન મલાઈ તથા થોડા પાંઉના ટુંકડા નાખવા.
નોંધ :

(1) કોબીજ, કેપ્સીકમ, ગાજરને સોડા નાખી અધકચરા બાફીને ઉમેરી શકાય.
(2) બાફેલા વટાણા નાખી શકાય

જામફળ, ટામેટા, બટાકા સૂપ
(1) બટાકા
(2) જામફળ
(3) લાલ ટામેટા
(4) ટેબલ સ્પૂન તેલ કે ઘી
(5) ટી સ્પૂન જીરું અને મેથી
(6) કળી લસણ
(7) વાટેલાં લીલાં મરચાં
(8) નાનો ટુંકડો આદું
(9) મિલિ દહીં
(10) ટેબલ સ્પૂન ચણાનો લોટ
(11) ટેબલ સ્પૂન ખાંડ
(12) ટી સ્પૂન લાલ મરચું
(13) ટેબલ સ્પૂન કોથમીર
(14) મીઠું પ્રમાણસર
રીત
(1) બટાકા, જામફળ અને ટાંમેટાં સરખા ભાગે લેવા અને ત્રણેયને નાના સમારવા ( બટાકા છોલીને સમારવા)
(2) એક વાસણમાં તેલ કે ઘી મૂકી, તેમાં જીરું અને મેથી નાખી, વઘાર કરી, લસણ વાટેલું અને બટાકા ધોઈને નાખવા. પાણી વધારે પ્રમાણમાં નાખવું તેને ચડવા દેવું.
(3) પછી તેમાં જામફળ, લીલા મરચાં, આદુ, મીઠું, લાલ ટામેટા નાખવા.
(4) પછી દહીંમા ચણાનો લોટ નાખી તેને વલોણાથી હલાવીને તેમાં નાખવો, તેમાં ખાંડ, લાલ મરચું નાખી, થોડી વાર સુધી ખદખદવા દેવું, છેલ્લે કોથમીર ભભરાવવી, ગરમ ગરમ પીરસવું.

No comments:

Post a Comment